સ્વર કિન્નરી લતાદીદીને જૂનાગઢવાસીઓ અદભુત સુરોથી આપશે શ્રદ્ધાંજલિ

જૂનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં કાલે બુધવારે સ્વરાજંલી કાર્યક્રમ-“મેરી આવાજ હી પહેચાન હૈ”

જૂનાગઢ : કોરોડો હિન્દુસ્તાનીઓને પોતાના અદભુત કર્ણપ્રિય મધુર સ્વરથી મંત્રમુગ્ધ કરનાર લતાદીદીના હુલામણા નામે જાણીતા સ્વર કિન્નરી લતા મંગેશકરે ફાની દુનિયાને અલવિદા કરી દીધી છે. આથી કોરોડો સંગીતપ્રેમીઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. ત્યારે સ્વર કિન્નરી લતાદીદીને જૂનાગઢવાસીઓ તેમના જ સ્વરે ગવાયેલા અદભુત સુરોથી શ્રદ્ધાંજલિ આપશે.

જૂનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં આવતીકાલે બુધવારે તા.9ના રોજ રાત્રે 8 વાગ્યે ફિલ્મી સંગીતની દુનિયા 70 વર્ષ સુધી અદભુત સ્વરથી કરોડો હિન્દુસ્તાનીઓના મનને તરબતર કરનાર ભારતરત્ન અને સ્વર કિન્નરી દિવંગત લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવાના હેતુસર સ્વરાજંલી કાર્યક્રમ-“મેરી આવાજ હી પહેચાન હૈ” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકર નિરુબેમ દવે લતાજીના ગીતો પ્રસ્તુત કરશે. આ કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ ભટ્ટ કરશે.આથી વન મેન આર્મી કિરીટ સંઘવી, વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત, કૃષિ યુનિવર્સિટી-જૂનાગઢના નિયામક ડો.વી.આર, માલમ અને જૂનાગઢ સંસ્કાર ભારતી સમિતિના અધ્યક્ષ વિપુલભાઈ ત્રિવેદીએ સમસ્ત જૂનાગઢવાસીઓને લતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની અપીલ કરી છે.