માણાવદરમાં બોલેરો પીકઅપ ગાડીએ બાઈક ચાલકને ઉડાડયો

જૂનાગઢ : માણાવદરથી નરેડી જતા રોડ ઉપર આવેલ મારૂતી હોટેલની સામે ગત તા.૨૮ના રોજ હાજાભાઇ રાજશીભાઇ મોડેદરા (ઉ.વ.૪૬ રહે.ગામ મોડદર પટેલ ફળી તા.કુતીયાણા જી.પોરબંદર) નામના યુવાન પોતાના GJ-25-AC-3839 નંબરના બાઈક લઇને પોતાના ઘરે જતા હોઇ તે વખતે એક બોલેરો પીકઅપ ફોરવ્હીલ નંબર GJ-25-U-5374 ના ચાલકે તેના હવાલાવાળુ ફોરવ્હીલ કાર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આવી ફરીયાદીના બાઈક સાથે ભટકાવી ફરીયાદીના જમણા પગમા ઇજા ફેકચર કરી તથા શરીરે ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.