વિસાવદર ગુજસીટોક કેસના આરોપીની જામીન અરજી ના મંજુર

જૂનાગઢ : વિસાવદરના ધારાસભ્યના ભાઈ અને પુત્ર સહિતના લોકો ઉપર હુમલો કરવાના કેસમાં ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયા બાદ જેલમાં ધકેલાયેલ આરોપીએ પત્નીની પ્રસુતિ માટે જામીન ઉપર છૂટવા અરજી કરતા નામદાર વિસાવદર કોર્ટે આરોપીની જામીન અરજી ના મંજુર કરી હતી.

જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલ પ્રથમ ગુકસીટોક કેસમાં સ્પેશિયલ કોર્ટે પત્નીની ડિલિવરી માટે નાસિર મેતરને પોલીસ જાપતા સાથે ટેમ્પરરી જમીન આપેલ જેને આધાર બનાવી વિસાવદર કોર્ટમાં રેગ્યુલર જમીન મળવા અરજી કરતા વિસાવદરના સેસન્સ જજ પી.એમ.સાયાની સાહેબે ગુનાની ગંભીરતા ને ધ્યાને લઇ એડિશનલ પીપી વી.એન.માઢકની દલીલોને ધ્યાને લઇ જામીન અરજી મંજુર કરેલ હતી.