દારૂના ગુનામાં સજા પામેલ આરોપીને પકડી જેલ હવાલે કરતી વંથલી પોલીસ

 

  • વંથલી : વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં દોઢ વર્ષની સજા પામેલા આરોપી જયેશ સંજયભાઈ વઘેરા, રહે.મોટા કાજલીયાળા વાળાને નામ.કોર્ટ દ્રારા દોઢ વર્ષની સજા કરી વોરન્ટની અમલવારી માટે મોકલતા વંથલી પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ, એ.પી.ડોડીયા તથા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન આરોપીને પકડી પાડી આરોપીનો કોવીડ-૧૯ ટેસ્ટ કરાવી આરોપીને જીલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપ્યો હતો.