વંથલીના ભરાડીયા કોઠા સીમમાં જુગાર રમતા છ ઝડપાયા

જૂનાગઢ : વંથલી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વંથલીના ભરાડીયા કોઠા સીમ વિસ્તારમાં ઢંઢના હોકળાના ચેકડેમ નજીક હોકળાના કાંઠે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ ઇમરાનભાઇ રજાકભાઇ સોઢા, નઇમ નૌમાનભાઇ સોઢા, રાહીલભાઇ સીદીકભાઇ જેઠવા, તૌફીકભાઇ બોદુભાઇ અમરેલીયા, સાહીલભાઇ સુલેમાનભાઇ સોઢા, વસીમ ઉર્ફે વાલો ગફારભાઇ વાજાને રોકડા રૂ.૪૩૨૦ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.