ખ્યાતનામ ખગોળવિદ ડો. જે.જે.રાવલે કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી

જૂનાગઢ : દેશના ખ્યાતનામ ખગોળવિદ ડો. જે.જે.રાવલ તાજેતરમાં જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. આ તકે તેઓએ કૃષિ યુનિવર્સીટી અને જનવાણી કેન્દ્રની મુલાકાત લીધી હતી.

ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પ્રમુખ અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખગોળ વિજ્ઞાન પર પોતાના સંશોધનપત્રો પ્રસિદ્ધ કરનાર ડો.જે.જે.રાવલે તાજેતરમાં જૂનાગઢ જનવાણી 91.2 એફ.એમ રેડિયો સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ પાર્કર સોલાર પ્રોબ, જેમ્સ વેબ ટેલીસ્કોપ અને ભારતના આદિત્ય એલ-૧ સોલાર સ્પેસ પ્રોબની જાણકારી આપી હતી.

આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. નરેન્દ્ર કુમાર ગોંટીયાએ ડો.જે.જે રાવલનું શાલ ઓઢાડી બહુમાન કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન જૂનાગઢ જનવાણી રેડીયો સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જ પ્રો.વી.એમ.ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.