વંથલીમાં કારચાલક યુવાનને રોડ ઉપર પછાડી ફરાર

જૂનાગઢ : વંથલીમાં કારચાલક યુવાનને રોડ ઉપર પછાડી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઇજાગ્રસ્ત અજીતકુમાર જાદવભાઈ ચાવડા (ઉ.વ.૨૩ રહે.હાલ રાજકોટ ગીરીરાજ સ્ટીલ પડવલા જી.આઈ.ડી.સી રાજકોટ મુળ કોડવાવ ગામ તા.માણાવદર) એ એક અજાણી સફેદ કલરની ફોરવ્હીલના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે,વંથલી તાબાના વાડલા ફાટેક પાસે જાહેર રોડ પર ફોરવ્હીલના ચાલકે પોતાના હવાલાની ફોરવ્હીલ એકદામ પુરપાટ ઝડપે ચલાવી આવી ફરીયાદીને ટક્કર મારી રોડ ઉપર પછાડી દઇ બંન્ને પગના નળામાં નિચેના ભાગે ઘુંટી ઉપર તથા ડાબા હાથની આંગળીમાં તથા શરીરે ઈજા ઇજા પહોંચાડી નાશી છૂટ્યો હતો.