કેશોદના પ્રાંચલી ગામેં જાહેરમાં જુગટું ખેલતા સાત ઝડપાયા

જૂનાગઢ : કેશોદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે કેશોદના પ્રાંચલી ગામમા રોડના કાંઠે આગણવાંડી પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ મહેશભાઈ કનુભાઈ બાબરીયા, મનુભાઈ હકાભાઈ બાબરીયા, વાલાભાઈ દાનાભાઈ દયાતર, અશોકભાઈ જીણાભાઈ બાબરીયા, નિર્મળભાઈ ભોજાભાઈ બાબરીયા, સંજયભઈ ભીખુભાઈ બાબરીયા, ભરતભાઈ જીણાભાઈ પારેડીને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂા.૧૧૨૯૦ કબ્જે કરી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.