માણાવદરમાં ઘર પાસે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી

જૂનાગઢ : માણાવદરમાં ઘર પાસે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી રવિભાઇ રમેશભાઇ વિરોજા (ઉ.વ.૩૧ રહે.માણાવદર ગાયત્રી મંદીર પાછળ દ્રારકાપુરી સોસાયટી) એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૫/૧૨ના રોજ તેઓએ પોતાનું હીરો કંપનીનુ સ્પેલન્ડર પ્રો. નં.- GJ 11 AM 8221 કિ.રૂ. ૨૦,૦૦૦ વાળું બાઈક તેમના રહેણાંક મકાન આગળ પાર્ક કરેલ હતી. જે બાઈક કોઇ અજાણયો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. જો કે આ બનાવની મોડી ફરિયાદ નોંધાતા આરોપી પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે.