ભેસાણના ચુડા ગામેં ટ્રેકટરમાંથી નીચે ઉતરતી વખતે પટકાતા ખેડૂતનું મોત

જૂનાગઢ : ભેસાણના ચુડા ગામેં ટ્રેકટરમાંથી નીચે ઉતરતી વખતે પટકાતા ખેડૂતનું મોત થયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નારણભાઇ ડોબરીયા (ઉ.વ ૬૨ રહે.દેવકી તા.વડીયા) નામના ખેડૂત અને તેના ભાઇ એમ બન્ને તેમનુ ટ્રેકટર લઇને ચુડા ગામે બીયારણ કઢાવવા માટે ગયા હતા અને ચુડા ગામે રૈયારાજ મીલ પાસે તેમનુ ટ્રેકટર વારામાં બહાર ઉભુ હોય ત્યારે ખેડૂત નીચે ઉતરવા જતા તેમનો પગ લપસતા નીચે પડેલ અને તેમને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોય સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.