ઢોસાની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરનાર બેલડી ઝડપાઇ

જુનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે આવેલી ઢોસાની દુકાનમાં ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો

જૂનાગઢ : જુનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે આવેલ શ્રીજી ફેન્સી ઢોસા નામની દુકાનમાંથી ચોરી થયેલ મોબાઇલ ફોન તથા રાજકોટ કુવાડવા ખાતેથી ચોરી થયેલ હિરો-હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર બાઈક સાથે સાથે બે ચોર ઇસમને જુનાગઢ બી.ડીવીઝન પોલીસની ટીમે પકડી પાડ્યા હતા.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમ શેટ્ટીએ વણશોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને ઇ.ચા. નાયબ પોલીસ અધિક્ષક આર.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ જુનાગઢ બી.ડીવીજન પો.સ્ટેશનના પો.ઇન્સ. આર.એસ.પટેલની સુચના આધારે ગુન્હા નિવારણ સ્કોડનો સ્ટાફ મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા ચોર મુદ્દામાલ શોધી કાઢવાની કામગીરીમાં હતા.

દરમ્યાન વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ કરી પો.કોન્સ. વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. હારૂનભાઇ ખાનાણીને સયુંક્તમાં મળેલ બાતમી હકીકત આધારે ગુન્હા નિવારણ સ્કોર્ડના માણસોએ સાથે મળી જુનાગઢ બી ડિવિ. પો.સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ફોનની ચોરી કરનાર હિરો-હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી. નં.-જી.જે. ૦૩-સી.પી.-૧૩૩૭ વાળીમા ડબલ સવારીમા બે ઇસમો પસાર થવાની મળેલ હકીકત આધારે બન્ને ચોર ઇસમોને ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન નંગ-ર તથા પોકેટ કોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી રાજકોટ કુવાડવા ખાતેથી ચોરી થયેલ હિરો-હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં.-જી.જે.-૦૩-સી.પી.-૧૩૩૭ સાથે બન્ને ચોર ઇસમો દિલિપભાઇ રાઠોડ (ઉ.વ.-૨૩ ધંધો-મજુરી રહે.-૬૬ કે.વી. પાસે મહેતાનગર દોલતપરા જુનાગઢ), લખન નારણભાઇ મારવાડી (ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.-મુળ-વાંકાનેર મિલ પ્લોટની પાછળ જી. મોરબી હાલ- ૬૬ કે.વી. પાસે મહેતાનગર દોલતપરા જુનાગઢ)ને જુનાગઢ દોલતપરા રોડ ઉપર સક્કરબાગ સામે જાહેર રોડ ઉપરથી પકડી પાડી ચોરીમાં ગયેલ મોબાઇલ નંગ-૨ તથા મો.સા. કબ્જે લઇ બન્ને ચોર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

આ કામગીરી પો.ઇન્સ.આર.એસ. પટેલની સુચના મુજબ ગુન્હા શોધક યુનિટના પોલીસ સબ ઇન્સ. આર.એચ. બોટવા તથા નેત્રમ શાખાના પોલીસ સબ ઇન્સ. પી.એચ, મશરૂ તથા તથા પો કોન્સ. પરેશભાઇ હુણ, પો.કોન્સ. મુકેશભાઇ મકવાણા, પો.કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, પો.કોન્સ હારૂનભાઇ ખાનાણી, પો.કોન્સ. નીતીનભાઇ હીરાણી તથા નેત્રમ શાખાના પો.કોન્સ. મધુબેન ઓડેદરા, પો.કો. વિમલભાઇ ભયાણી તથા એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણએ કરેલ છે.