માળીયા સાસણ રોડ ઉપર 32 બોટલ દારૂ સાથે એસટી ડ્રાઇવર ઝડપાયો

જૂનાગઢ : માળીયા સાસણ રોડ ઉપરથી માળીયા પોલીસે બાતમીને આધારે કેશોદના પાણખાણ ગામે રહેતા એસટી બસના ડ્રાઇવર કરશનભાઇ મેસુરભાઇ કરમટાને રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વ્હીસ્કીની 32 બોટલ કિંમત રૂપિયા 12,800 તેમજ મોટર સાયકલ મળી કુલ રૂપિયા 32,800ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.