વંથલીના ધંધુસર ગામે જુગાર કલબ ઉપર દરોડો : 19 જુગારી ઝડપાયા

વંથલી પોલીસનો સફળ દરોડો : 1.44 લાખ રોકડા સહિત રૂ. 4,96,420 નો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ : વંથલી તાલુકાના ધંધુસર ગામે રહેણાંક મકાનમાં ધમધમતી જુગાર કલબ ઉપર વંથલી પોલીસે દરોડો પાડી 19 જુગારીઓને રંગે હાથ ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા 1.44 લાખ સહિત 4,96,420નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન અને કેશોદ ડિવિઝન નાયબ જિલ્લા પોલીસવડા જે.બી.ગઢવીની સૂચના અન્વયે વંથલી પીએસઆઇ એ.પી.ડોડીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતિકભાઈ ઠાકરને મળેલી બાતમીને આધારે ધંધુસર ગામે પુંજા સરમણ નામનો વ્યક્તિ ધીરુ નેભા કડછાના મકાનમાં જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીને આધારે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પુંજાભાઇ સરમણભાઇ મુળીયાસીયા, ધીરૂભાઇ નેભાભાઇ કડછા, રહે. ધંધુસર, રામભાઇ બાલુભાઇ વાઘ, રહે.મીતી, કેશુભાઇ પરબતભાઇ વાઘ, ભરતભાઇ વિક્રમભાઇ જાડેજા ઉ.વ.૩૨ રહે.કળેગી, જી.પોરબંદર, ગગનભાઇ નાથાભાઇ કડેગીયા, રહે.કળેગી જી.પોરબંદર (૫) ભુરાભાઇ મુળુભાઇ ઓડેદરા, રહે.કળેગી, જી.પોરબંદર, દીલીપભાઇ સવદાસભાઇ ખુંટી, રહે અમરાપર તા.જામજોધપુર જી.જામનગર, માલદેભાઇ અરજણભાઇ ઓડેદરા, રહે.મીતી તા.માંગરોળ જી.જુનાગઢ, ભનાભાઇ અરજણભાઇ ઓડેદરા, રહે.મીતી તા.માંગરોળ જી.જુનાગઢ, પ્રભાતપરી શંકરપરી ગોસાઇ, રહે.ભડ તા.જી.પોરબંદર, ઉકાભાઇ ભીમશીભાઇ આંબલીયા, રહે.વનાણા તા.જામજોધપુર જી.જામનગર, જનકગીરી શીવગીરી ગૌસ્વામી, રહે.જેતપુર નવાગઢ ગઢની રાંગની બાજુમા જી.રાજકોટ, મનોજભાઇ ઉમાશંકરલાલ લાલા ઉ.વ.૪૪ રહે.જેતપુર મુળ,ધનગાઇ તા.વિક્રમગંજ જી.રોહતાસ, બિહાર, ભુરાભાઇ મેરામભાઇ છેલાણા, રહે.જેતપુર નવાગઢની ધાર જી.રાજકોટ, અરજણભાઇ લીલાભાઇ મોકરીયા, રહે.ભડ તા.જી.પોરબંદર, કાનાભાઇ મેણંદભાઇ ઓડેદરા, રહે.ભડ તા.જી પોરબંદર, કાનાભાઇ ભુપતભાઇ ઝાલા રહે.ભડ તા.જી.પોરબંદર અને ચેતનાબેન હર્ષદભાઈ ઘેટીયા, રહે.જામજોધપુર જી.જામનગર વાળા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપીયા 1,44,920, મોટરસાયકલ નંગ-1 કી.રૂ.20 હજાર, મોબાઇલ ફોન નંગ-13 કી.રૂ.21,500 અને ફોર-વ્હીલ કાર-2 કી.રૂ.3 લાખ મળી કુલ રૂપીયા 4,96,420નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સફળ કામગીરી વંથલી પીએસઆઇ એ.પી.ડોડીયા, પો.હેડ કોન્સ. બી.એન.પરમાર, પી.એસ.ઠાકર, પો.કોન્સ.સુમીતભાઈ રાઠોડ, દિનેશભાઈ સીસોદીયા, જતીન મહેતા અને અરૂણભાઈ મહેતા સહિતના પોલીસ સ્ટાફે સાથે કરી હતી.