હત્યાના બબ્બે સહિત પાંચ ગુન્હામાં 9 વર્ષથી નાસતા ફરતા અપરાધીને કચ્છથી ઝડપી લેતી જૂનાગઢ ક્રાઇમબ્રાન્ચ

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં બબ્બે હત્યા સહિત જિલ્લામાં પાંચ – પાંચ સંગીન અપરાધમાં સંડોવાયેલ અને છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા કુખ્યાત સાયર ઉર્ફે સમીર મહમદભાઇ શેખને જૂનાગઢ ક્રાઈમબ્રાન્ચે ગાંધીધામ કચ્છ ખાતેથી દબોચી લેવામાં સફળતા મેળવી છે.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ

પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આઇ.ભાટીના પીએસઆઇ એ.ડી.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ.ડી.વાળા તથા પો. હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, જયદિપભાઇ કનેરીયા તથા પો.કોન્સ. સાહિલભાઇ સમા, ભરતભાઇ સોલંકીને સંયુકતમાં ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, સી ડીવીજન પોલીસ સ્ટેશન તથા વંથલી પોલીસ સ્ટેશનના ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી સાયર ઉર્ફે સમીર સાઓ, મહમદભાઇ કાદરભાઇ શેખ ઉ.વ.૪૦ રહે. હાલ ગળપાદર ગામ, શાંતીધામ સોસાયટી, ગાંધીધામ કચ્છ ખાતે તેના રહેણાંક મકાને હાજર છે.

જેને પગલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગાંધીધામ કચ્છ જિલ્લાના ગળપાદર ગામે રવાના થઇ હતી અને ગળપાદર ગામે આવેલ શાંતીધામ સોસાયટી ખાતે તેના રહેણાંક મકાને તપાસ કરતા આરોપી સાયર ઉર્ફે સમીર મહમદભાઇ કાદરભાઇ શેખ હાજર મળી આવતા હસ્તગત કરી જૂનાગઢ સી ડીવીઝન પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોંપી આપવામાં આવેલ હતો.

આ સફળ કામગીરી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.આઇ.ભાટી, પીએસઆઇ એ.ડી.વાળા, પો. હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, જયદિપભાઇ કનેરીયા, પો.કોન્સ. સાહિલભાઇ સમા, ભરતભાઇ સોલંકી તથા ડ્રા.પો.કોન્સ.વરજાંગભાઇ બોરીચા સહિતના સ્ટાફે કરી હતી.