તલીયાધર ગામેં બાવળમાં છુપાઈને પત્તા ટીચતાં છ ઝડપાયા

જૂનાગઢ :જુનાગઢ તાલુકાના તલીયાધર ગામની સીમમાં આવેલ બાવળની કાટમા છુપાઈને ગંજીપતાના પાના વડે રૂપિયા પૈસાથી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ સલીમભાઇ જુશબભાઇ સાંધ ગામેતી, ભાયાભાઇ ગીગાભાઇ ચાંદેલા, તૈયબભાઇ જુસબભાઇ ગામેતી, કાસમભાઇ શરીફભાઇ સાંધ, વિક્રમભાઇ મોહનભાઇ વાઘ, કાસમભાઇ સમાભાઇ સાંધને રોકડ રૂપિયા ૧૦૫૫૦ તથા મોબાઇલ ફોન નંગ-૭ કી.રુ. ૧૭૦૦૦ તથા મો.સા.નંગ ૫ ના મળી કુલ કિ રૂ.૧૦૦૦૦૦ ના જુગારના સાહીત્ય તથા સાધનો સાથે કુલ રૂ. ૧૨૭૫૫૦ ના મુદામલ સાથે પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.