કાર અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું મોત

કેશોદના અજાબ પહેલા કિષ્ના સ્કુલ પાસે રોડ ઉપર કારમાં જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો

જુનાગઢ : કેશોદના અજાબ પહેલા કિષ્ના સ્કુલ પાસે રોડ ઉપર કારમાં જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું મોત નીપજતા અરેરાટી મચી ગઇ હતી.

કેશોદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર દક્ષાબેન ઉર્ફ દેવીબેન વાઓ રસિકભાઇ ધડુક (ઉ.વ.૪૮ રહે. પીપલીયા નગર માંગરોળ રોડ કેશોદ જી.જુનાગઢ) અને તેમના પતિ રસિકભાઇ આબાભાઇ ધડુક (ઉ.વ.૪૭) શેરગઢ ખાતે ફોર વ્હિલ કાર અલ્ટો કે.૧૦. જી.જે.૧૧ એસ.૮૪૧૨ લઇ જતા હતા. તે દરમ્યાન અજાબ ગામ પાસે કિષ્ના સ્કુલ પાસે પહોચતા પતિ અલ્ટો કાર ચલાવતા હોય પણ અચાનક સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી પત્નીની નજર સામે પતિ રસિકભાઇ આબાભાઇ ધડુકનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની રૂટિન ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.