વંથલીના બંટીયા ગામે ગેસના બાટલામા બ્લાસ્ટ : ત્રણ ઇજાગ્રસ્ત

બંટીયા ગામ વાડી વિસ્તારમાં બનેલી ઘટનામાં બે મહિલા સહિત ત્રણ ઇજાગ્રસ્ત બનતા સારવારમાં

જૂનાગઢ : વંથલી તાલુકાના બંટીયા ગામે વાડી વિસ્તારમાં રાંધણ ગેસનો બાટલામાં બ્લાસ્ટ થતા બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ વંથલી તાલુકાના બંટીયા ગામે વાડી વિસ્તારમાં મહિલા ચા બનાવવા જતા ગેસ બાટલામાં બ્લાસ્ટ થયો હતો. રાંધણ ગેસના બાટલામા બ્લાસ્ટ થતાં કિરણબેન , આનંદભાઈ અને જોસનાબેન નામના ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા.

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા તમામ લોકોને 108ની ટીમ મારફત જુનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.