ફિલ્મસ્ટાર સુનીલ શેટ્ટીનો ગીર સાસણમાં મુકામ

ગીર સફારીની મુલાકાત લઈ સિંહ પરિવારને જોઈ સુનીલ શેટ્ટી રોમાંચિત થયા

જૂનાગઢ : જાણીતા ફિલ્મસ્ટાર સુનિલ શેટ્ટીએ આજે જૂનાગઢના ગીર સાસણમાં મુકામ કર્યો હતો. એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા અભિનેતા સુનીલ શેટ્ટી ગીર સફારીની મુલાકાત લઈ સિંહ પરિવારને નિહાળી રોમાંચિત થયા હતા.

જૂનાગઢના જાણીતા ગીર સાસણમાં આજે અભિનેતા સુનીલ શેટ્ટીએ મુકામ કર્યો હતો. જેમાં તેઓએ ગીર સફારીની મુલાકાત લીધી હતી અને બે સિંહ અને ત્રણ સિંહણોના દર્શનનો લ્હાવો લીધો હતો. સિંહ પરિવારને જોઈ સુનીલ શેટ્ટી પ્રભાવિત થયા હતા. અભિનેતાએ સાસણના ડેડકીયાળી જંગલમાં સિંહ દર્શન કર્યા હતા. સિંહ દર્શન કરી એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. સાસણ નજીક રિસોર્ટમાં યોજેયલા એક લગ્ન પ્રસંગમાં તેઓ હાજરી આપવા આવ્યા હતા. ત્યારેઅભિનેતા સુનીલ શેટ્ટી એ પોતાના સોશિયલ મીડિયા પર વિડિયો શેર કર્યો હતો અને ગીરનું ઘરેણું સિંહને જોઈ કરી ખુશી વ્યક્ત કરી હતી.