જૂનાગઢનો દિપક ઉર્ફે દિપુ 20 બોટલ દારૂ સાથે ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢના નરસિંહ વિદ્યામંદિર નજીક બી ડિવિઝન પોલીસે 20 બોટલ દારૂ સાથે દિપક ઉર્ફે દિપુને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યાવહી કરી હતી.

જૂનાગઢ સિટી બી ડિવિઝન પોલીસે નરસિંહ વિદ્યામંદિર નજીકથી ગાંધીગ્રામમાં રહેતા
દિપક ઉર્ફે દિપુ નારણભાઇ વઘવાને ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર વનની બોટલ નંગ-૨૦ કિંમત રૂપિયા ૮૦૦૦ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.