ચોરવાડ : પિતા-પુત્રને ઠોકરે ચડાવી કારચાલક ફરાર

જૂનાગઢ : માળીયા હાટીના તાલુકાના ખોરાસા ગામે રહેતા ભીમજીભાઇ મકવાણા ઉ.વ.૪૫એ આરોપી જીજે ૧૧ બીએચ ૭૫૬૧ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ના રોજ ફરીયાદી તથા તેમનો દીકરો જય કપડા લેવા ખોરાસાથી ગડુ જતા હતા ત્યારે ફોરવીલ કાર નં. જીજે ૧૧ બીએચ ૭૫૬૧ ના ચાલકે પોતાના હવાલાનની ફોરવીલ પુરપાટ ઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીને ઠોકર મારતા જમણા ખભાના ભાગે તથા ફરીયાદીને દીકરાને જમણા પગના સાથળના ભાગે ફેક્ચર કરી નાસી છૂટ્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.