ઓનલાઈન અર્ટીગા ગાડી વેચાતી લીધા બાદ એનઓસી માંગતા ગાડી પડાવી લીધી

માંગરોળના શાપુર રોડ જલારામ મંદીર પાસેની ઘટનામાં યુવાને મોટા સલાયાના શખ્સ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માંગરોળના શાપુર રોડ જલારામ મંદીર પાસે એક યુવાનને અગાઉ મોટા સલાયાના શખ્સે ઓનલાઈન વેચવા મુકેલી અર્ટીગા ગાડી વેચાતી લીધા બાદ એનઓસી માંગતા છેતરપીંડી આચરી હતી અને મોટા સલાયાના શખ્સે પોતાની ગાડી પણ પરત લઈ જઈને તેના પૈસા પરત ન આપીને દગો કરતા અંતે યુવાને આ મામલે ફરિયાદ નોંધાવી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી યુસુફભાઇ ઉમરભાઇ કરૂડ (ઉ.વ. ૪૩ રહે.શાપરુ ગામ પાસે વાડી વિસ્તાર તા.માંગરોળ જી. જુનાગઢ) એ આરોપી ઇમરાનભાઇ જુસબભાઇ જાફરાબાદી (રહે-મોટા સલાયા તા.માંડવી જી.કચ્છ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતાના હવાલાની અર્ટીગા ગાડી નં – G J 37 B 7963 ઓનલાઇન OLX વેબસાઇટ ઉપર વેચવા સારૂ મુકેલ અને ફરીયાદીને પંસદ પડતાં ફરીયાદીએ આરોપી પાસેથી રૂ ૭,૭૫,૦૦૦માં વેચાતી લીઘેલ જેમાંથી ફરીયાદીએ રૂ ૭,૩૫,૦૦૦ આરોપીને આપેલ પરતુ આરોપીએ ગાડીની એન.ઓ.સી ન આપતા ફરીયાદીએ આરોપીને પોતાના રૂપિયા પરત આપવનુ કહેતા આરોપી ફરીયાદીના સાળા પાસે આવી અર્ટીગા ગાડી લઇ જઇ તેમજ રૂપિયા પરત ન આપી વાયદાઓ કરી ફરીયાદી સાથે છેતરપીડી અને વીશ્ર્વાસઘાત કર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.