તમે કેમ દુકાનદારને ઉઘારીના પૈસા આપ્યા નથી કહી વૃદ્ધને માર માર્યો

કેશોદના ત્રીલોક પરાની બાજુમા બનેલા બનાવમાં દુકાનેથી માલ ઉઘારમાં અપાવનાર વચ્ચેના વ્યક્તિએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના ત્રીલોક પરાની બાજુમા આવેલી અનાજ કરીયાણાની દુકાનેથી એક શખ્સે ઉઘારીમાં વસ્તુઓ અપાવી હોય અને એ ઉઘારી ચૂકવવામાં મોડું થતા ઉશ્કેરાયેલા શખ્સે તમે કેમ દુકાનદારને ઉઘારીના પૈસા આપ્યા નથી કહી વૃદ્ધને માર માર્યો હતો. આ બનાવની વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મુળજીભાઇ ગોગનભાઇ આંત્રોલીયા (ઉ.વ.૬૦ રહે.ગ્રીન પાર્ક સોસાયટી ત્રીલોક પરાની બાજુમા) એ આરોપી ભરતભાઇ લખલાણી (રહે.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીએ બાકી રૂપીયામા અનાજ કરીયાણાનો સામાન લઇ આપેલ હોય જે રૂપીયા ફરીયાદીએ દુકાનદારને આપવાના બાકી હોય જેથી આરોપીએ ગઈકાલે ફરીયાદીના ધરે જઇ કહેલ કે તમે કેમ રાકેશભાઇ દુકાનવાળાને રૂપીયા આપેલ નથી તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે હુ કટકે કટકે રૂપીયા રાકેશભાઇને આપી દઇશ તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તેમજ સાહેદોને ગાળો આપી ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો મારમારી તેમજ સાહેદોને લોખંડની ધરી હાથમા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.