ઢોસાની દુકાનમાથી કારીગરો તથા વેઇટરોના ચાર મોબાઈલની ચોરી

જૂનાગઢની ઝાંઝરડા ચોકડી યુનીક પ્લાઝાની બાજુમાં આવેલી ઢોસાની દુકાનમાં ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ : જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે યુનીક પ્લાઝાની બાજુમાં આવેલ શ્રીજી ફેન્સી ઢોસા નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો ઢોસાની દુકાનમાથી કારીગરો તથા વેઇટરોના ચાર મોબાઈલની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયેશભાઇ મધુભાઇ મીઠડીયા (ઉ.વ.૩૬ રહે.ઝાંઝરડા રોડ એકલવ્ય સ્કુલ સામે પારીજાત એપા. બ્લોક નં.-૧૦૨ મુળ રહે.-સરગવાડા ગામમાં પટેલ સમાજની બાજુમાં તા.જી.જુનાગઢ) એ કોઇ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧ના રોજ ઝાંઝરડા ચોકડી યુનીક પ્લાઝાની બાજુમાં શ્રીજી ફેન્સી ઢોસા નામની દુકાને તસ્કરોએ નિશાન બનાવી હતી અને કોઇ અજાણ્યા ચોર ઇસમ ફરીયાદીની શ્રીજી ફેન્સી ઢોસા નામની દુકાનમાથી ફરીયાદીના કારીગરો તથા વેઇટરોના અલગ-અલગ કંપનીના ચાર મોબાઇલ ફોન જેની કિં.રુ.૨૦,૦૦૦ છે.તે ચોરી કરી લઇ ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.