મહિલા સાથે મિત્રતા કેળવી યુવાને વારંવાર દુષ્કર્મ આચરી માર માર્યો

જૂનાગઢમાં આજથી દશેક વર્ષ દરમ્યાન બનેલા બનાવમાં મહિલાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢમાં મહિલા સાથે એક યુવાને મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચારીને ધાક ધમકી આપી તેમજ માર પણ માર્યો હતો. જો કે,જૂનાગઢમાં આજથી દશેક વર્ષ દરમ્યાન બનેલા બનાવમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સીટી વિસ્તારમાં રહેતી એક અપરિણીત મહિલાએ આરોપી વિવેકભાઇ જીતેન્દ્રભાઇ જોષી (રહે. સુદામા પાર્ક જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આજથી દસેક વર્ષના સમયગાળામાં બનેલી આ ઘટનામાં ફરીયાદી તથા આરોપી આજથી દશેક વર્ષ પહેલા એકબીજા સાથે મિત્રતા થયેલ અને આરોપીએ ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદી સાથે આજદિન સુધી રહી અવાર નવાર શરીર સબંધ બાંધી તેમજ ઘણીવાર ફરીયાદીની મરજી વિરૂધ્ધ ધાક ધમકી આપી શરીર સબંધ બાંધેલ હોય તેમજ ફરીયાદીને અવારનવાર માર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.