સોમવારથી ફરી ધો.1થી 9નું ઓફલાઇન શિક્ષણ શરૂ

કોરોના હળવો પડતા રાજ્ય સરકારનો નિર્ણય : જૂની ગાઈડલાઈન પ્રમાણે જ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે

જૂનાગઢ : રાજ્યમાં આગામી સોમવારથી ધો.1થી 9નું ઓફલાઇન શિક્ષણ શરૂ થવાનું છે. આ અંગે સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

કોરોનાના કેસોમાં વધારો થતાં તેમજ બાળકોમાં સંક્રમણનો ફેલાવો થતા રાજ્યમાં ધો.1થી 9ના ઓફલાઇન વર્ગો બંધ કરી ઓનલાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હવે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોય રાજ્ય સરકાર દ્વારા ધો.1થી9ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

આ અંગે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જાહેર કર્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. 7 ફેબ્રુઆરીથી કોરોનાની જંક ગાઈડલાઇન પ્રમાણે ધોરણ 1 થી 9નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.