જૂનાગઢ : કપડાં ધોતી વખતે એટેક આવતા મહિલા પરલોક સિધાવ્યા

જૂનાગઢ : જૂનાગઢમાં કપડાં ધોતી વખતે એટેક આવતા મહિલા પરલોક સિધાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કંચનબેન રામજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૫ રહે. ખામધ્રોળ રોડ નવી RTO ઓફીસ પ્રેરણાધામ-૨ જીવનધારા હાઇસ્કુલ ની પાછળ જુનાગઢ) નામના મહિલા ગત તા.૧ના રોજ સવારના સવા દશ વાગ્યાના અરસામા પોતાના ઘરે કપડા ધોતા હતા. તે વખતે અચાનક તેમને એટેક આવતા બેભાન થઈ જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.