દીકરાના ખૂનકેસમાં ન્યાય મેળવવા ઝઝૂમતા પિતાને આરોપીએ ધમકાવ્યા

જૂનાગઢના બીલખા રોડ પરના વિસ્તારમાં બનેલી ઘટનામાં દીકરાના ખૂનકેસના આરોપીએ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના બીલખા રોડ પરના વિસ્તારમાં દીકરાના ખૂન કેસમાં એક આરોપી છૂટી ગયો હોય પણ પિતાએ ન્યાય મેળવવા એ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારતા આ બાબતનો ખાર રાખી આરોપીએ દીકરાના ખૂનકેસમાં ન્યાય મેળવવા ઝઝૂમતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હીરાભાઇ આલાભાઇ ઘુઘલ (ઉ.વ.૬૫ રહે. બીલખા રોડ આબેડકરનગર હનુમાન ચોક જુનાગઢ) એ આરોપી રાહુલ ચંદુભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના દીકરાનુ આરોપીએ અગાઉ ખુન કરેલ જે કેસમા આરોપી છુટી ગયેલ હોય અને જે ચુકાદા સામે ફરીયાદીએ અપીલ કરેલ હોય હોય જે અપીલ ખેચવા માટે ફરીયાદીના ઘર પાસે આવી ફરીને ગાળો બોલી છરી કાઢી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.