જૂનાગઢમાં બાળ પ્રતિભા સ્પર્ધાનું આયોજન

૧૦ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે

જૂનાગઢ : રમત-ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા બાળ પ્રતિભા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતૃત્વ, સર્જનાત્મક કારીગરી, લગ્નગીત, લોકવાદ્ય, સંગીત, નિબંધ, એકપાત્રીય અભિયાન, દોહા, છંદ, ચોપાઇ, લોકગીત, લોકવાર્તા, ભજન, લોકનૃત્ય અને સમૂહગીત સહિતની સ્પર્ધા યોજાશે.

જેમાં ૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ સુધીના અને બ વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકે તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન, પહેલા માળે અરજી રૂબરૂ મોકલવાની રહેશે. વધુ માહિતી માટે નંબર ૦૨૮૫-૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરી શકાશે તેમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.