ભવનાથમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત નવદંપતી સંમેલન યોજાયું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળઅધિકારીની કચેરી અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ યોજના કાર્યરત છે. જેમાં નવદંપતી સંમેલન દ્રારા સમાજમાં દિકરી જન્મને આવકારવાની, દીકરીને શિક્ષણ, આરોગ્ય માટે પ્રયત્નો કરવામાં આવે છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને સત્યમ સેવા યુવક મંડળ દ્રારા નવદંપતીઓ માટે નવદંપતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સંમેલનમાં જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા નવદંપતીઓને સરકાર દ્રારા કાર્યરત દિકરીઓ માટે યોજનાઓ, સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ, દિકરા- દિકરી એક સમાન જેવા વિષય પર માહિતગાર કરવામાં આવ્યા હતા. ભવનાથ સ્થીત સનાતન હિન્દુ ધર્મશાળા ગીરનાર તળેટી ખાતે યોજાયેલ આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં નવદંપતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.