જૂનાગઢમાં ભાજપ દ્વારા માઇક્રો ડોનેશન અને સરકારની વિવિધ યોજનાઓનો માર્ગદર્શન અંગે કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્મા તથા ભાજપા જુનાગઢ મહાનગર મહિલા મોરચાના પ્રમુખ જ્યોતીબેન વાડોલીયાનાં માર્ગદર્શન હેઠળ ભાજપા માઇક્રો ડોનેશન, નમો એપ ડાઉનલોડ તથા સરકારની વિવિધ યોજનાઓનો માર્ગદર્શન કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી શિતલબેન તન્ના દ્વારા વોર્ડ નંબર બેમાં યોજાયેલ હતો.

આ કાર્યક્રમમાં વેરાવળ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ અને જુનાગઢ મહિલા મોરચાના પ્રભારી મંજુલાબેન સુયાણી તથા જુનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ગીતાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર બેમાંથી વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૈલાશબેન વેગડા, નયનાબેન જોષી તથા શિલ્પાબેન સામતાએ ભારે જહેમત ઉઠાવી હતી.