પરિણીતાને મોઢે મુંગો દઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં ચારેક મહીના પહેલા બનેલા બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં પરિણીતાને મોઢે મુંગો દઈ એક શખ્સે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. તેમજ આરોપીએ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેક મહીના પહેલા બનેલા આ બનાવની પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતાએ આરોપી રામદેવભાઇ રાજાભાઇ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આજથી આશરે ચારેક મહીના પહેલા સવારના દશેક વાગ્યાના અરસામાં આરોપી રામદેવભાઇ રાજાભાઇ બારૈયાએ ગામના ફોરેસ્ટમાં ફરીયાદીની એકલતાનો લાભ લઇ ફરીયાદીને પાછળથી પકડી મોઢે મુંગો આપી ફરીયાદી સાથે બળજબરીથી શરીર સબંધ બાંધી ફરીયાદી સાથે બળાત્કાર કરી અને જો કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.