મેખડી ગામના બસ સ્ટેશનમાં પત્તા ટીચતાં પાંચ ઝડપાયા

જૂનાગઢ : જુનાગઢ જિલ્લાના મેખડી ગામે ભવાની ચોકમાં બસ સ્ટેશનમાં ગઈકાલે પોલીસે બાતમીના આધારે રેઇડ કરી આ બસ સ્ટેશનમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ વશરામભાઈ લીલાભાઈ ગરેજા, દિનેશભાઈ જેસાભાઈ બારૈયા, ડાયાભાઈ ભુરાભાઈ પરમાર, અરજણભાઈ વિરમભાઈ ચાવડા, બોઘાભાઈ ગીગાભાઈ વાજાને રોકડ રૂ.૧૩,૦૯૦ સાથે પકડી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.