જૂનાગઢમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો, આરોપી ફરાર

જૂનાગઢ : જૂનાગઢ સી ડીવીજન પોલીસે ગઈકાલે આરોપી રાજુ બાબુભાઇ કડિવાર (રહે. શ્રીજી પાર્ક સોસાયટી શ્રીજી રેસીડન્સી બ્લોક નંબર-૧૦૨ જુનાગઢ) ના મકાનમાં દરોડો પાડી તેના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-૦૧ સુપેરીયર વ્હીસ્કી ઓરિજંનલ ફોર સેલ ઇન હરીયાણા લખેલ કાચની કંપની શીલ બોટલ નંગ-૦૪એક બોટલની કિં.રૂ-૪૦૦ લેખે કુલ કિ.રૂ.૧૬૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો.જો કે આરોપી પોલીસની હાથમાં ન આવતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.