જૂનાગઢની રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના તમામ રોજગારવાચ્છુ યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી ફે્બ્રુઆરી-૨૦૨૨માં ઓનલાઇન ભરતી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી માટે ઉમેદવારોએ પોતાની વિગતો xhttps://forms.gle/zdZAkYfW5xLZ6b1X7લીંક પર ભરવાની રહેશે.

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક, રોજગાર અને તાલીમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર સંચાલિત, જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાના ઉમેદવારોને જણાવવાનું કે, ચાલુ વર્ષમાં સમગ્ર વિશ્વ સહિત ભારતમાં કોરોના વાયરસની બિમારી ફેલાતા સમગ્ર ભારતમાં સામાજિક અંતર જાળવવાની સૂચના ગુજરાત સરકારશ્રીની હોય તે બાબતે ધ્યાને રાખતા જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના તમામ રોજગારવાચ્છુ યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી ફેબ્રુઆરી-૨૦૨૨માં ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેવા માટે રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો https://forms.gle/zdZAkYfW5xLZ6b1X7 લીંક પર ભરવાની રહેશે તથા આપેલ લીંક પર નોકરીદાતાની વિગતો આપવામાં આવેલ છે અને નોકરીદાતા દ્વારા ડીઝીટલ માધ્યમ/ટેલીફોનીક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરી શકાશે તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.