સોરઠમાં દરરોજ ઉમેરાય છે કેન્સરના નવા 100 દર્દીઓ

જૂનાગઢની હિમાલયા હોસ્પિટલમાં વર્લ્ડ કેન્સર ડે નિમિતે જનજાગૃતિ અભિયાન

જૂનાગઢ : જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં દરરોજ 100 નવા કેન્સરના દર્દીઓનો ઉમેરો થઈ રહ્યો છે જે કહું જ ચિંતાજનક બાબત હોવાનું જૂનાગઢ હિમાલયા હોસ્પિટલના તબીબ જણાવી રહ્યા છે. આજે વર્લ્ડ કેન્સર ડે પ્રસંગે કેન્સર સંદર્ભે જનજાગૃતિ અભિયાનનો હોસ્પિટલ દ્વારા પ્રારંભ કરી દર્દીઓને જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે ફ્રૂટ વિતરણ કરાયું હતું.

દરવર્ષે ૪ ફેબ્રુઆરીના દિવસને વર્લ્ડ કેન્સર ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજે હિમાલયા કેન્સર હોસ્પીટલ વડાલ, જુનાગઢ દ્વારા કેન્સરના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પ ફ્રી બ્લડ રિપોર્ટ, ફ્રી બાયોપ્સી રિપોર્ટ કરી આપવામાં આવ્યા હતા. કેમ્પમાં જુનાગઢના જિલ્લા ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલ સહિતના અગ્રણી રાજકીય આગેવાનો, આરોગ્ય ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું.

સાથો-સાથ કેન્સર રોગ અંગે જનજાગૃતિ લાવવાના અભિયાનનો આરંભ કરાવી સોરઠ પંથકની એકમાત્ર કેન્સર હોસ્પીટલ હિમાલયા કેન્સર હોસ્પીટલના તબીબોએ ખાનપાન અને તમ્બાકુ, સ્મોકિંગની આદતને કારણે દરરોજ નવા 100 દર્દીઓ ઉમેરાઈ રહ્યા હોય ચિંતા વ્યક્ત કરી હતી.