ગિરનાર પર્વત ઉપર વહેલી સવારનો ખુશનુમા નજારો

હૃદય અને મનને અપ્રિતમ ટાઢક આપતા અદભુત નજારાથી પ્રવાસીઓ રોમાંચિત થયા

જૂનાગઢ : જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા નજરો સર્જાયો હતો જેમાં ઠંડીના આહલાદક વાતાવરણ વચ્ચે ગિરનાર પર્વત પાછળ સૂર્યોદય સમયે મનોહર દ્રશ્ય જોવા મળ્યું હતું. હૃદય અને મનને અપ્રિતમ ટાઢક આપતા આ નજારાથી પ્રવાસીઓ રોમાંચિત બન્યા હતા.

જૂનાગઢના ગિરનાર પર્વત પર રમણીય નજારો જોવા મળ્યો હતો. હાલ ઠંડીના દિવસોમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ જોવા મળે છે. ત્યારે ગિરનાર પર્વત પર સૂર્યોદય સમયે વાદળો પસાર થતાં એક સુંદર દ્રશ્ય સર્જાયું હતું અને ગિરનાર પર્વત પર રોપવે શરૂ થયાં બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાર પર્વતનો આવો જ સુંદર નજારો માણવા માટે આવે છે. આથી આજે ગિરનાર પર્વત ઉપર વહેલી સવારે સર્જાયેલા અદભૂત નજારાથી પ્રવાસીઓ દંગ રહી ગયા હતા.