જૂનાગઢ : ઘરે સીડી ઉપરથી પટકાતા યુવાનનું મોત

જૂનાગઢ : જૂનાગઢમાં ઘરે સીડી ઉપરથી પટકાતા યુવાનનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નરેશ પરસોતમભાઇ બગડા (ઉ.વ.૨૮ રહે. કડીયાવાડ જુનાગઢ) નામનો યુવાન ગત તા.1ના રોજ પોતે પોતાના ઘરે સીડી ઉપરથી પડી ગયો હતો અને માથામાં તથા ગળાના ભાગે તથા ગાલ પાસે પતરુ લાગી જતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા ડોકટરએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.