પારિવારિક ડખ્ખામાં જેઠ-જેઠાણીએ દેરાણીના દીકરાને લાકડી ફટકારી

જુનાગઢમાં પાઠક્નગરમાં રહેતા પરિવારનો કજિયો પોલીસ મથકે પહોંચ્યો

જૂનાગઢ : જુનાગઢમાં પાઠક્નગરમાં રહેતા પરિવારનો કજિયો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં પારિવારિક ડખ્ખામાં જેઠ-જેઠાણીએ દેરાણીના દીકરાને લાકડી ફટકારી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હિનાબેન નિલેશભાઇ સોલંકી (ઉ.વ ૩૫ રહે.બોલ્ડિંગવાસ જુનાગાઢ) એ તેમના જેઠ-જેઠાણી રવિભાઇ, વિલાસબેન (રહે.બન્ને પાઠકનગર જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપી રવીભાઇ અને વિલાસબેન જેઠ જેઠાણી થતા હોય ફરીયાદી આરોપીના ધરે ગયેલ તે વખતે ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદીએ બોલાચાલી કરવાની ના પાડતા આરોપીઓ જપા જપી કરવા લાગેલ અને તે દરમિયાન ફરીના દિકરો રોનક ઉવ ૦૯ વાળો વચ્ચે પડતા આરોપીએ માથામા લાક્ડી મારી મુંઢ ઇજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.