તું જોઈતી નથી કહીને પરિણીતાને છૂટાછેડા આપવા દબાણ કરતા પતિ અને સાસરિયા

વડોદરા સાસરિયું ધરાવતી અને હાલ જૂનાગઢ પિયરે રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વડોદરા સાસરિયું ધરાવતી અને હાલ જૂનાગઢ પિયરે રહેતી પરિણીતાએ તું જોઈતી નથી કહીને છૂટાછેડા આપવા પતિ અને સાસરિયાએ દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની જૂનાગઢ મહિલા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શ્યામાબેન નીરવભાઇ પટેલ (ઉ.વ.- ૨૮ રહે. ૧૪-બી સેવાગ્રામ સો.સા ઘેલાણી પેટ્રોલ પંપ પાસે નિજામપુરા વડોદરા રહે. હાલ કૈલાશપાર્ક -૦૨ બ્લોક નં ૬ ભક્તિ નગર પાસે ઝાઝરડા રોડ જુનાગઢ) એ આરોપીઓ નીરવભાઇ જગદિશભાઇ (પતિ), ભાવનાબેન જગદિશભાઇ (સાસુ-રહે.બન્ને ૧૪-બી સેવાગ્રામ સો.સા ઘેલાણી પેટ્રોલ પંપ પાસે નિજામપુરા વડોદરા), અજીતભાઇ કીરીટભાઇ (મામાજી સસરા-રહે. સુભેલાવ ગામ તા સાવલી જી વડોદરા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનને તેના પતિ તથા સાસુ ઘરકામ તથા કરીયાવર બાબતે મેણાટોણા બોલી તથા તેના મામજી સસરા તેમની દિકરીને ન રાખવા બાબતે ઝગડો કરી શારીરિક માનસીક દુખત્રાસ આપી આરોપીએ ફરીયાદી બેનને જોતી ન હોય છુટાછેડા જોતા હોય તેમજ નોકરી કરતા ન હોય જે બાબતે માનસીક ટોર્ચર કરી ને મારકુટ કરી હતી. આ બનાવની મહિલા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.