જૂનાગઢ કોર્પોરેશનના નવનિયુક્ત શાસક પક્ષના નેતાનું સન્માન

જૂનાગઢ : જુનાગઢ મહાનગરપાલિકાના મેયર સહિત નવા હોદેદારોની તાજેતરમાં નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં જુનાગઢ મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે કિરીટભાઈ ભીમ્ભાની નિયુક્તિ કરવામાં આવી હતી જે બદલ જૂનાગઢના વોર્ડ નંબર 2ના સ્થાનિકો દ્વારા આજે જૂનાગઢ કોર્પોરેશનના નવનિયુક્ત થયેલ શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીમ્ભાનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.