જુનાગઢમાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, બે ઘાયલ

જૂનાગઢ : જૂનાગઢના દાતાર રોડ શ્યામ ચેમ્બર કલ્યાણ વાણંદ દુકાન સામે બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ બનાવ અંગે ફરિયાદી કીરીટભાઇ લખમણભાઇ સોલંકી (ઉ.વ.૫૩ રહે.ઉપરકોટ દેવવાળી પાછળ પ્રવિણ નિવાસ જુનાગઢ) એ અજાણ્યો બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧ના રોજ જૂનાગઢના દાતાર રોડ શ્યામ ચેમ્બર કલ્યાણ વાણંદ દુકાન સામે અજાણ્યો બાઈક ચાલકે ફરીયાદીના બાઈક સાથે પાછળથી અથડાવી ફરીયાદી તથા સાહેદને પછાડી દઈ શરીરે ઈજા કરીને ફરાર થઇ ગયો હતો.