જૂનાગઢમાં કાલે શુક્રવારે કેન્સર દીને કેન્સરના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પ

જૂનાગઢ : જૂનાગઢ રાજકોટ હાઇવે પર વડાલ ક્રિષ્ના હોટલની બાજુમાં આવેલ હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે આ હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આવતીકાલે તા.4ના રોજ સવારે 10થી11 દરમિયાન વિશ્વ કેન્સર દિન નિમિત્તે કેન્સરના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્સરના દર્દીઓના બ્લડ રિપોર્ટ, બાયોપસી રિપોર્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પમાં જૂનાગઢના રાજકીય-સામાજિક આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહીને દાખલ દર્દીઓને ફૂટ વિતરણ કરશે. તેથી આ કેમ્પનો કેન્સરના દર્દીઓને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.