જૂનાગઢ કડીયાવાડમાંથી ભાવેશ 254 બોટલ દારૂ સાથે ઝડપાયો

એ ડિવિઝન પોલીસે પીઆજીઓ રીક્ષા સહિત રૂ. 83,100નો મુદ્દામાલ જપ્ત કર્યો

જૂનાગઢ : જૂનાગઢ સિટી એ ડિવિઝન પોલીસે કડીયાવાડ વિસ્તારમાંથી વિદેશી દારૂની 254 બોટલ ભરેલી રીક્ષા સાથે ભાવેશ નામના શખ્સને ઝડપી લઈ રૂપિયા 83,100નો મુદ્દામાલ કબ્જે કરી અન્ય એક આરોપીનું નામ ખોલવવામાં સફળતા મેળવી છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા દારૂ જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લેવા સૂચના આપતા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ સિટી એ ડીવીઝન પીઆઇ એમ. એમ.વાઢેર તથા તેમની ટીમ પેટ્રોલીંગમા હતા ત્યારે પો.કોન્સ.વિક્રમભાઈ નારણભાઈ તથા જેઠાભાઈ નાથાભાઈને મળેલી બાતમીને આધારે ધરાનગર તરફથી પ્રદીપના ખાડીયા તરફ કાળા કલરની પિયાગો રિક્ષા ઇંગ્લીશ દારૂ ભરીને આવતી હોવાની સચોટ બાતમી મળી હતી.

વધુમાં દારુ ભરેલ આ રિક્ષા પ્રદીપના ખાડીયામા રહેતો સુનીલ સોલંકીના ઘરે ઉતારવાનો છે એવી હકીકતને આધારે ટાઉનહોલ પાસે ખાનગી રીતે વોચમા ગોઠવતા આ રીક્ષા વીવેકાનંદ તરફથી પસાર થતા રીક્ષા તથા એક ઇસમને પકડી પાડતા જેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની મોટી બોટલો નંગ-254 કિંમત રૂ.32,600 તથા રીક્ષા કિંમત રૂપિયા 50,000 તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 83,100નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

વધુમાં એ ડિવિઝન પોલીસે દારૂની હેરફેર કરનાર કડીયાવાડમાં રહેતા ભાવેશ રમેશભાઇ બગડાને ઝડપી લઈ દારૂ મંગવનાર પ્રદીપના ખાડીયામાં રહેતા સુનીલ સોલંકીને ફરાર દર્શાવ્યો છે.

આ સફળ કામગીરી “એ”ડીવીઝન પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર, એ.એસ.આઇ. એમ.ડી.માડમ, આર.એમ.સોલંકી, પો.હેડ કોન્સ પંકજભાઇ લાલજીભાઇ, ભનુભાઇ કારાભાઇ, પો.કોન્સ સંજયભાઇ સવદાભાઇ, કલ્પેશ ગેલાભાઇ, દીનેશ રામભાઇ, વિક્રમભાઈ નારણભાઈ તથા જેઠાભાઈ નાથાભાઈ વગેરે દ્વારા કરવામાં આવી હતી.