ટ્રેક્ટર કાઢવા બાબતે બે શખ્સોએ આધેડને લાકડી ફટકારી

ચોરવાડના ખેરા ગામે મારામારીના બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : તા.માળીયા હાટીના તાલુકાના ચોરવાડના ખેરા ગામે ટ્રેક્ટર કાઢવા બાબતે બે શખ્સોએ આધેડને લાકડી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે આધેડે બે શખ્સો સામે માર મર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દેવસીભાઇ ભીખાભાઇ વાળા (ઉ.વ.૫૧ રહે. ખેરા આણંદબાગની બાજુમા તા.માળીયા હાટીના) એ આરોપીઓ નથુભાઇ ભીખાભાઇ વાળા, રામજીભાઇ નથુભાઇ (રહે.બંને ખેરા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને સાથીઓનુ ટ્રેક્ટર કાઢવા બાબતે જેમ ફાવે તેમ ભુંડી ગાળોબોલી આરોપીઓએ લાકડી વડે માર મારી તેમજ શરીરે ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.