જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સો પરિવાર ઉપર તૂટી પડ્યા

ચોરવાડના પોસ્ટ ઓફીસ રોડ ઉપર યુવાન અને તેના ભાઈઓ ધોકાથી માર મર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : ચોરવાડના પોસ્ટ ઓફીસ રોડ ઉપર ઘરની બહાર બેઠેલા યુવાન અને તેના મિત્રો ઉપર જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સો તૂટી પડ્યા હતા અને ત્રણેય શખ્સોએ યુવાનોને ધોકા તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી લલીતભાઇ નારણભાઇ ચુડાસમા (ઉ.વ ૨૦ રહે ચોરવાડ પોસ્ટ ની બાજુમા
પટેલ શેરી ચોરવાડ તા.માળીયા હાટીના)એ આરોપીઓ દિલીપ હેમંતભાઇ ચુડાસમા, પુનીત દિનેશભાઇ ચુડાસમા, સુનિલભાઇ ચુડાસમા (રહે બધા ચોરવાડ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપીઓને આજથી પંદરેક દિવસ પહેલા ઝધડો થયેલ હોય તે બાબતનુ મનદુખ રાખી ફરીયાદી તથા સાહેદો પોતાના ઘરની સામે બેઠા હતા. એવામા ત્યા આરોપીઓ હાથમા ધોકા લઇને આવેલ અને ફરીયાદી તથા સાહેદોને મન ફાવે તેમ ગાળો બોલી ફરીયાદીને ગાલ ઉપર ધોકાનો એક ઘા મારી ફરીયાદીના ભાઇને ડાબા હાથ ઉપર ધોકાનો એક ઘા મારી તેમજ ફરીયાદી તથા સાહેદોને ગડદા પાટુનો માર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.