રીલાયન્સના જીયો 4G ટાવરમાથી ૩૬૦ મીટર કેબલની ચોરી

માળીયા હાટીના તાલુકાના કાણેક ગામેં ચોરીની ઘટનાની અજાણ્યા શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

જૂનાગઢ : માળીયા હાટીના તાલુકાના કાણેક ગામેં રીલાયન્સના જીયો 4G ટાવરમાથી ૩૬૦ મીટર કેબલની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ઉમેદસીહ વીસુભા ગોહિલ (ઉ.વ ૫૪ રહે પ્લોટ નં ૮ કલેકટર પટી મીલેટ્રી સોસાયટીની બાજુમા ભાવનગર) એ ફરિયાદ નોંધાવી હતી કે, માળીયા હાટીના તાલુકાના કાણેક ગામે આવેલ રીલાયન્સ જીયો 4G ટાવર I-GJ-MLHT-ENB-9039 માથી RRH પાવર કેબલ આશરે ૩૬૦ મીટર જેની કી.રૂ આશરે ૫૨,૮૪૫ નો કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૧૭ જાન્યુઆરીના રોજ રાત્રીના આશરે બે વાગ્યા દરમ્યાન ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.