ચોરવાડના ગડુ ત્રણ રસ્તાએ ઉભેલા યુવાનના પગ પર ડમ્પર ફરી વળ્યું

જૂનાગઢ : માગરોળના વિરોલ ખાતે રહેતા કાસમશા જમાત અલીશા જલાવી (ઉ.વ ૩૫) નામના યુવાન ગત તા.૩૦ જાન્યુઆરીના રોજ ચોરવાડના ગડુ ત્રણ રસ્તાએ ડીવાઇડરની બાજુમા ઉભા હતા.ત્યારે G J 25 U 6248 નબરના ડમ્પરના ચાલકે પોતાના હવાલાનો ડમ્પર પુરપાટ ઝડપે અને બેફીકરાઇથી ચલાવી યુવાનને ઠોકર મારી પછાડી દઇને ડાબા પગ ઉપર ડમ્પરનુ પાછળનુ વ્હીલ ફેરવી દઇ ડાબા પગમા ઇજા કરી નાશી છૂટ્યો હતો. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ડમ્પર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.