જૂનાગઢ : બસ સ્ટેશનમાં ઉપહારગૃહ સહિતની હરરાજી કરી 60 હજારની આવક

જૂનાગઢ : જુનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ તેમજ રાજકોટ જિલ્લા માં આવેલ જુનાગઢ વિભાગ હેઠળ આવેલ બસ સ્ટેશનમાં ઉપહારગૃહ સહિતની હરરાજી કરવામાં આવી હતી જેના થકી એસટી ડેપોને 60 હજાર રૂપિયાની આવક થઈ છે

જુનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ તેમજ રાજકોટ જિલ્લામાં આવેલ જુનાગઢ વિભાગ હેઠળ આવેલ બસ સ્ટેશન તેમજ કન્ટ્રોલ પોઈન્ટ ખાલી રહેલ સ્ટોલ, ઉપહારગૃહના હરાજીથી વેચાણ કરવા હેતુ તેમજ મુસાફરોની સગવડતા સચવાઈ રહે તથા બેરોજગાર વ્યકિતઓને રોજગારીની નવી તક મળી રહે તેમજ આવકનો સ્ત્રોત મળી રહે તે હેતુથી ગત તા.૨૭ જાન્યુઆરી તેમજ તા.૨૯ જાન્યુઆરીના રોજ જાહેર હરાજી કરવામાં આવેલ હતી. જેમાં ઉપહારગૃહ –૪ તેમજ ૩૦ સ્ટોલ તેમજ સાઈકલ સ્કુટર પાર્કિંગ–૬ નું હરાજીથી વેચાણ કરી જુનાગઢ એસ.ટી. વિભાગને દર માસે ૬૦,૦૦૦ રૂપિયાની નોન ટ્રાફિક આવક વધારો કરવામાં આવેલ છે. તેવું જી.ઓ.શાહ, વિભાગીય નિયામક યાદીમાં જણાવવામાં આવેલ છે.