સીસીટીવીથી ગુન્હાઓનો ભેદ ઉકેલવવામાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ મોખરે

જૂનાગઢમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મીઓનું સન્માન

જૂનાગઢ : ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે સન્માન કરી સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે. આથી જૂનાગઢમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું સન્માન કરાયું છે.

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી જીલ્લામાં બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી પોલીસ પ્રજાનો મીત્ર છે તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે.

Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા તા. ૦૧/૦૭/૨૦૨૧ થી ૩૦/૦૯/૨૦૨૧ સુધીના સમયગાળા દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. આ મુલ્યાંકન બાદ કમીટી દ્રારા જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ હતો અને નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને ગાંધીનગર ખાતે ડી.જી.પી. આશીષ ભાટીયા દ્રારા એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ ૨ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે. બંને વખત પી.એસ.આઈ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે, અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.

પી.એસ.આઇ. પી.એચ.મશરૂને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧ માં પણ ડી.જી.પી. આશીષ ભાટીયા દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ પી.એસ.આઇ. પી.એચ.મશરૂને ડી.જી.પી. આશીષ ભાટીયા દ્રારા ફક્ત ૧૧ મહિના અંતરે ૩ વખત ઉત્કૃષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે. આમ આટલા ટૂંકા સમયગાળામાં રાજ્યના ડી.જી.પી. દ્રારા ૩ – ૩ વખત સન્માન મળવું ખૂબજ મોટી સિદ્ધિ ગણી શકાય.

જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા માહે ૦૭/૨૦૨૧ થી માહે ૦૯/૨૦૨૧ દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ડી.જી.પી. આશિષ ભાટિયા દ્રારા એવોર્ડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવી જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. પી.જી.જાડેજા દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.