જૂનાગઢમાં કર્ણાટકના વેપારીનો ખોવાયેલો મોબાઈલ પોલીસે શોધી કાઢ્યો

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે મોબાઈલ પરત અપાવ્યો

જૂનાગઢ : વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા કર્ણાટકથી આવેલ પ્રવાસીનો રૂ. ૮,૫૦૦ની કીંમતનો ખોવાયેલ એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન જૂનાગઢ પોલીસ દ્રારા શોધી કાઢ્યો હતો.

ધિરજ જૈન કર્ણાટક રાજ્ય ખાતે રહેતા હોય અને તેઓ સાડી વેચવા માટે જૂનાગઢ ખાતે આવેલ હોય અને ગત તા.૨૯ ના રોજ રાજકોટથી જૂનાગઢ આવવા માટે ખાનગી વાહન ઇકોમાં બેઠેલ. ઇકોમાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે, તેમનો એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન કી. રૂ. ૮૫૦૦ ઇકો ગાડીમાં ભુલાય ગયેલ અને પોતાએ પરસેવાની કમાણીથી પાઇ પાઇ ભેગી કરી ખરીદેલ હોય, જે એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, ધિરજ જૈન બીજા રાજ્યથી આવતા હોય અને વ્યથિત થઈ ગયેલ હતા. ધિરજ જૈન દ્રારા આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. સોમાતસિંહ કાગડા, વુ.પો.કો શિલ્પાબેન કટારીયા એન્જીનીયર તુષારભાઇ ટાટમીયા, સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, ધિરજ જૈન જે ઇકોમાં બેઠેલ તે ઇકોની વિગત આધારે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમરાના ફૂટેજ દ્રારા ઇકોના નંબર GJ 03 DG 2443 શોધી કાઢેલ હતો.

ઇકોના નંબર આધારે ઇકો ચાલકને શોધી કાઢવામાં આવેલ હતો અને ઇકો ચાલકને પૂછ પરછ કરતા તેમના ઇકોમાં કોઇ પેસેન્જર પોતાનો એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન ભૂલી ગયાનુ જણાવેલ. નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફ દ્રારા ધિરજ જૈનનો એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન રૂ. ૮,૫૦૦ ની કીમતનો સહી સલામત પરત કરેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ધિરજ જૈનએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.